વ્યક્તિત્વ એટલે જે-તે વ્યક્તિની વર્તનશૈલી, તેની બૌદ્ધિક શક્તિઓ, અભિયોગ્યતાઓ, વિચારો, ટેવો, આવેગો, મનોવલણો અને બીજાં એવાં વિશિષ્ટ પાસાંઓના ગત્યાત્મક સંગઠનથી ઊપજેલું સુગ્રથિત સ્વરૂપ. સામાન્યરીતે એક વ્યક્તિની બીજી વ્યક્તિ ઉપર જે છાપ પડે છે તેના 'સામાજિક ઉદીપનના મૂલ્ય'ને પણ વ્યક્તિત્વ કહેવામાં આવે છે.
કાર્લ યુંગના મતે બે પ્રકારના વ્યક્તિત્વ હોઈ છે
1. અંતર્મુખી વ્યક્તિત્વ
2. બહિર્મુખી વ્યક્તિત્વ
સારા વ્યક્તિત્વના લક્ષણો:
- આત્મવિશ્વાસ
- પારદર્શકતા
- અભય
- વિશ્વાસપાત્ર
- પ્રમાણિકતા
- કાર્યનિષ્ઠ
વગેરે સારા વ્યક્તિત્વના લક્ષણો છે.
વિશ્વાસપાત્ર વ્યક્તિ કેવીરીતે બનવું
1) તમે કહેલ શબ્દો પ્રમાણે વર્તન કરો
2) બીજી વ્યક્તિ તમારા પર વિશ્વાસ મુકે એટલા સહજ બનો
૩) પ્રમાણિક બનો
4) કોઈએ કહેલ વાતો ગમે તે વ્યક્તિને ના કહો
જેમકે સ્વામી વિવેકાનંદ, ગાંધીજી , વગેરે .
વ્યક્તિમાં પારદર્શકતા કેવીરીતે લાવવી ?
1) શબ્દો અને કાર્યમાં સામ્યતા જાળવવી
2) બે પ્રકારના વ્યક્તિત્વન રાખવા
૩) વ્યક્તિત્વમાં એક સ્થિરતા લાવવી
અભયનું વ્યક્તિત્વમાં મહત્વ
1) વ્યક્તિએ સત્યના માર્ગપર ચાલવું જોઈએ
2) વ્યક્તિએ પોતાનો ડર દુર કરવા માટે આત્મવિશ્વાસ કેળવવો જોઈએ
૩) વ્યક્તિ નિષ્ઠાવાન હોય તો તે ભય વગર જીવી શકે છે.
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDelete