What is an ethic?
Ethic means what is right and what is wrong in human behaviour. It reflects on human beings and their interaction with nature and with other humans.
નીતિશાસ્ત્ર વર્તણુંકના ધોરણોને સંદર્ભિત કરે છે જે આપણને કહે છે કે માણસોએ કેવી પરિસ્થિતિમાં પોતાને મિત્રો, માતા- પિતા, બાળકો, નાગરીકો, વ્યવસાયી લોકો જેવી પરિસ્થિતિઓમાં વર્તવું જોઈએ.
વિજ્ઞાન મનુષ્યો કેવા છે તેના માટે સમજુતી પ્રદાન કરી શકે છે પરંતુ નૈતિકતા માણસોને કેવું વર્તન કરવું જોઈએ તેના કારણો પુરા પાડે છે.
નૈતિકતાએ માત્ર ધાર્મિક લોકો સુધી માર્યાદિત નથી. તેના બદલે નાસ્તિકને પણ લાગુ કરી શકાય છે. ધર્મએ નૈતિકતાને પ્રભાવિત કરતુ એક પરિબળ છે. ધર્મે અને સંસ્કૃતિ આ બંને એવા માધ્યમો જરૂર છે કે તેના દ્વારા માણસને નૈતિકત શીખવવામાં આવે છે પરંતુ હમેશા તે એમજ હોઈ તે શક્ય નથી.
Ethics- નીતિશાસ્ત્ર
૧ ) વ્યક્તિગત નીતિશાસ્ત્ર
૨) વ્યવસાયિક નીતિશાસ્ત્ર
૩) સામાજિક નીતિશાસ્ત્ર
4) આદર્શ નીતિશાસ્ત્ર
નૈતિક સંઘર્ષ વધવાના કારણો
૧) માણસ વધારે ગણતરી કરીને જીવન જીવવા લાગ્યો.
૨) વ્યક્તિ પર ઈલેક્ટ્રોનિક મીડિયાની નકારાત્મક અસરો વધવા લાગી જેમકે ટીવી, મોબાઈલ, વગેરે.
૩) માણસ દેખા દેખી વાળું જીવન જીવવા લાગ્યો.
4) માણસની દોટ ભૌતિકતા વાદ તરફ વધતી ગઈ.
૫) પૈસા અને ભૌતિક વસ્તુને પ્રાધાન્ય આપવા લાગ્યો જેના લીધે એથીક્સમાં બાંધછોડ કરતો થયો.
નૈતિકતા પૂર્ણ જીવન જીવવાથી સમાજની કેવી કેવી બદીઓ દુર કરી શકાય છે?
- ચોરી અને લુંટ
- બળાત્કાર
- હત્યા
- ભ્રષ્ટાચાર
- છેતરપીંડી
- ઈર્ષા
- દંભ વગેરે દુર કરી શકાય છે.
ઉપાયો
- વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવું જોઈએ.
- બાળકોને પરિવારમાં પણ નૈતિકતા શીખવવી જોઈએ
- શાળાઓ અને કોલેજોમાં નૈતિક મુલ્યોની સમજ આપવી જોઈએ.
- વ્યક્તિને ભૌતિક વસ્તુઓ અને પૈસામાં સુખ નથી તે સમજાવવું જોઈએ.
- બાળગીતો અને વાર્તાઓ નૈતિકતા શીખવે તેવા હોવા જોઈએ.
- જીવન મુલ્યો વિકસાવવા જેવા કે.
- આત્મ - સન્માન
- સમાનતા
- સામુહીકતા
- સત્ય
- અન્યમાં વિશ્વાસ
- કરુણા
- સહકાર
- શિષ્ટાચાર
- સમર્પણ
- ક્ષમા
- પ્રમાણિકતા
- આભારની લાગણી
- ધૈર્ય
- આદર
- ગૌરવ
નૈતિકતા અને મુલ્ય કેળવણી કેવા માધ્યમોથી કરી શકાય છે ?
૧) મુલ્ય કેળવણીમાં કુટુંબ અને સમાજ
૨) સંસ્કૃતિનો ફાળો
૩) વેદો, ભગવદગીતા, રામાયણ, મહાભારત અને કથાઓ વગેરે
૪) શિક્ષણ